પટોળા ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું? ગુજરાતી ખરીદદારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
ઘણી મહિલાઓના મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે — "સાચું પટોળું કેવી રીતે પસંદ કરવું?" બજારમાં આજે અનેક પ્રકારના પટોળા મળે છે. સિંગલ ઇકત, ડબલ ઇકત, સેમી ઇકત, પ્રિન્ટેડ પટોળા, સિલ્ક પટોળા, ટિશ્યૂ પટોળા… એટલે ખરીદી કરતા પહેલા યોગ્ય સમજ હોવી ખૂબ જરૂરી છે. વધુ જાણવા માટે અમારો પટોળું શું છે — સંપૂર્ણ માર્ગદર્શિકા લેખ વાંચો.
પટોળું માત્ર સાડી નથી, એક વારસો છે
પટોળાની સુંદરતા એની "ભાત"માં વસે છે. ગુજરાતી સંસ્કૃતિ, પ્રકૃતિ અને જીવનશૈલીમાંથી પ્રેરાઈને પોપટ, હાથી, ચકલા, મોર, કળશ, સ્વસ્તિક જેવી ભાતો પટોળામાં વણાય છે. આ ભાત માત્ર ડિઝાઇન નથી — એ આપણા વારસાની ઓળખ છે.
એટલે જ જ્યારે કોઈ સ્ત્રી પટોળું પહેરે છે, ત્યારે એ ફક્ત એક સુંદર સાડી પહેરતી નથી, પણ ગુજરાતની એક જીવંત પરંપરા સાથે જોડાય છે.
દરેક પટોળું એકસરખું નથી હોતું
ઘણા લોકો માટે બધાં પટોળા સરખાં લાગે, પરંતુ વાસ્તવમાં એની વણાટ અને બનાવટમાં મોટો ફરક હોય છે.
સિંગલ ઇકતમાં તાણા અથવા વાણા — એમ કોઈ એક ભાગમાં ટાઈ એન્ડ ડાય ટેકનિકનો ઉપયોગ થાય છે. આ પટોળા હળવા, સરળ અને દૈનિક કે પ્રસંગોપાત પહેરવા માટે ખૂબ લોકપ્રિય હોય છે.
સેમી ઇકત આજે ખૂબ લોકપ્રિય બન્યા છે કારણ કે એ દેખાવમાં ખૂબ રિચ લાગે છે પરંતુ ડબલ ઇકત કરતાં વધારે સસ્તા હોય છે. આમાં કલર્સ વધુ બ્રાઈટ હોય છે અને ભાત વધુ ઉભરીને દેખાય છે.
ડબલ ઇકત પટોળા કળાની સૌથી જટિલ અને શ્રેષ્ઠ રચનાઓમાં ગણાય છે. આમાં તાણા અને વાણા — બંનેને અલગ અલગ ટાઈ અને ડાય કરીને ડિઝાઇન પ્રમાણે વણવામાં આવે છે.
પટોળા ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
૧. ભાતની સફાઈ જુઓ
સાચા પટોળામાં ડિઝાઇનની એજ ખૂબ ક્લીન અને શાર્પ હોય છે. પોપટ, હાથી, મોર કે અન્ય ભાત જો અસ્પષ્ટ લાગે અથવા ફેલાયેલી લાગે તો એ ગુણવત્તાની નિશાની ન હોઈ શકે.
૨. રંગોની જીવંતતા તપાસો
પરંપરાગત પટોળામાં બ્રાઈટ અને રિચ કલર્સનો ઉપયોગ થાય છે. રાણી, લાલ, લીલો, બ્લુ, મેરૂન જેવા કલર્સ પટોળાની ઓળખ ગણાય છે. સારા પટોળામાં કલર્સ આંખને તરત આકર્ષે છે અને જીવંત લાગે છે.
૩. ફેબ્રિકનો અનુભવ કરો
અસલી પટોળાની સુંદરતા સિલ્કમાં વધુ ખીલે છે. હાથમાં લેતા ફેબ્રિકનો સ્પર્શ નરમ અને રિચ લાગવો જોઈએ. ઘણા વખત સસ્તા સિન્થેટિક પટોળા દેખાવમાં આકર્ષક લાગે પરંતુ પહેરવામાં અને લાંબા સમય પછી એનો ફરક સ્પષ્ટ જણાય છે.
૪. બંને બાજુની વણાટ તપાસો
હેન્ડવૂવન પટોળામાં પાછળની સાઈડ પણ ખૂબ મહત્વની હોય છે. વણાટ, કલર અને ડિઝાઇનમાં સમતોલતા જોવા મળે છે. પ્રિન્ટેડ અથવા નકલી પટોળામાં ઘણી વખત પાછળની બાજુથી અસલિયત સમજાઈ જાય છે.
૫. ખૂબ સસ્તી કિંમતથી સાવચેત રહો
ઘણી વખત લોકો માત્ર ડિઝાઇન જોઈને ખરીદી કરી લે છે. પરંતુ યાદ રાખો — સાચું પટોળું બનાવવા પાછળ અતિશય મહેનત, સમય અને કુશળતા લાગી છે. જો કોઈ પટોળું અસાધારણ રીતે સસ્તું લાગે, તો એની બનાવટ અને ફેબ્રિક વિશે ચોક્કસ પૂછવું જોઈએ.
પટોળાની કિંમત કેટલી હોય? અને એટલો ફરક કેમ પડે?
ઘણા લોકોનો સૌથી સામાન્ય પ્રશ્ન હોય છે — "પટોળાની કિંમત આટલી અલગ અલગ કેમ હોય છે?" એક પટોળું થોડા હજાર રૂપિયામાં મળે છે જ્યારે કેટલાક ડબલ ઇકત પટોળા લાખો સુધી પહોંચી જાય છે. એનો મુખ્ય કારણ એની બનાવટ, સમય અને વણાટની જટિલતા છે.
- દૈનિક પ્રસંગો માટે યોગ્ય
- હળવા
- સરળ પહેરવેશ માટે અનુકૂળ
- ઓછા સમયમાં તૈયાર — કિંમત ઓછી
- એક સાડી બનાવવા મહિનાઓ લાગી જાય
- આખું પરિવાર વણાટમાં જોડાય
- દરેક ડિઝાઇન હાથેથી ગોઠવાય
- કળાકારોની મહેનત અને વર્ષોની પરંપરા
એક પટોળું બનાવવામાં કેટલો સમય લાગે?
આ પણ પટોળાની કિંમત સમજવા માટે ખૂબ જરૂરી છે.
થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયામાં તૈયાર થઈ શકે.
- ઘણા અઠવાડિયા
- અથવા ઘણા મહિનાઓ પણ લાગી શકે
કેટલાક પરંપરાગત પટોળામાં તો લાંબો સમય ફક્ત ડિઝાઇન ગોઠવવામાં જ જાય છે.
પટોળું ક્યાંથી ખરીદવું?
પટોળું ખરીદતી વખતે ફક્ત ડિઝાઇન નહીં, પણ વેચનારની વિશ્વસનીયતા પણ ખૂબ મહત્વની છે.
ખરીદી કરતા પહેલા આ બાબતો તપાસો:
✔ શું વેચનાર વણાટ વિશે સ્પષ્ટ માહિતી આપે છે?
✔ શું વિડિયો અથવા ક્લોઝઅપ બતાવે છે?
✔ શું ફેબ્રિક અને ઇકત પ્રકાર સમજાવે છે?
✔ શું પરંપરાગત કારીગરો અથવા વણકરો સાથે જોડાણ ધરાવે છે?
✔ શું ગ્રાહકોના વાસ્તવિક ફોટા અથવા રિવ્યૂ ઉપલબ્ધ છે?
જો શક્ય હોય તો પટોળું હાથમાં લઈને જોવું, ફેબ્રિક અનુભવવું અને વણાટ નજીકથી જોવું વધુ સારું રહે છે.
આજે ઘણા વિશ્વસનીય ગુજરાતી અને હેન્ડલૂમ બ્રાન્ડ્સ ઓનલાઇન પણ અસલી પટોળા ઉપલબ્ધ કરાવે છે. ફક્ત સસ્તી કિંમત જોઈને નિર્ણય ન લો — ફોટા કરતાં વિડિયો વધુ વિશ્વાસપાત્ર હોય છે.
અમારી અસલી પટોળા સાડી કલેક્શન જોઈ હેન્ડલૂમ પટોળા ઓનલાઇન ખરીદો.
કયા પ્રસંગ માટે કયું પટોળું પસંદ કરવું?
ડબલ ઇકત અથવા ભારે ભાતવાળા પરંપરાગત પટોળા ખૂબ સુંદર લાગે છે.
બ્રાઈટ કલર્સ અને પોપટ કે મોર ભાતવાળા પટોળા ખાસ આકર્ષક લાગે છે.
સેમી ઇકત અથવા હળવા સિલ્ક પટોળા સુંદર અને ઉપયોગી વિકલ્પ બની શકે.
સિંગલ ઇકત પટોળા હળવા અને સરળ હોવાથી આરામદાયક રહે છે.
પટોળાની સાચી સુંદરતા એની લાગણીમાં છે
જ્યારે એક કારીગર મહિનાઓ સુધી બેસીને એક એક તાણો અને વાણો ગોઠવે છે, ત્યારે માત્ર સાડી નથી બનતી — એક વારસો સર્જાય છે.
અને કદાચ એટલા માટે જ દરેક ગુજરાતી સ્ત્રીના વોરડ્રોબમાં ઓછામાં ઓછું એક પટોળું હોવું જોઈએ.
કારણ કે પટોળું પહેરાય નથી… પટોળું અનુભવું પડે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
અસલી પટોળામાં વણાટ ખૂબ જ બારીક અને સમતોલ હોય છે. એની ભાત સ્પષ્ટ દેખાય છે, કલર્સ બ્રાઈટ હોય છે અને ડિઝાઇનમાં હાથવણાટની સુંદરતા અનુભવાય છે.
સિંગલ ઇકતમાં તાણા અથવા વાણા પૈકી કોઈ એક ભાગને ટાઈ અને ડાય કરવામાં આવે છે, જ્યારે ડબલ ઇકતમાં બંને ભાગોને પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.
પટોળાની કિંમત એની બનાવટ, ફેબ્રિક, વણાટ અને ઇકત પ્રકાર ઉપર આધારિત હોય છે.
સિંગલ ઇકત પટોળા થોડા દિવસો અથવા અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે જ્યારે ડબલ ઇકત પટોળા બનાવવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે.
વિડિયો, ક્લોઝઅપ ફોટા, ફેબ્રિક માહિતી અને વેચનારની વિશ્વસનીયતા જરૂર તપાસવી જોઈએ.
અસલી પટોળું ઘરે બેઠા ખરીદો
Virasat Patola — ગુજરાતના અસલી હેન્ડલૂમ પટોળાનો ભરોસાપાત્ર સ્ત્રોત
Shop Patola Sarees